અધિક માસમાં શું દાન કરવું જોઈએ ?
અધિક માસમાં શું દાન કરવું જોઈએ?
અધિક માસમાં દાન કરવાથી શું ફળ મળે છે?
પ્રતિપદા (એકમ): આ દિવસે ઘીને ચાંદીના પાત્રમાં (વાસણમાં) ભરીને દાન કરવું.
દ્વિતીયા (બીજ): બીજના દિવસે કાંસાના પાત્રમાં સોનાનું દાન કરવું.
તૃતીયા (ત્રીજ): ત્રીજના દિવસે ચણા અથવા ચણાની દાળનું દાન કરવું.
ચતુર્થી (ચોથ): ચોથના દિવસે યથાશક્તિ (શક્તિ પ્રમાણે) કંઈક દ્રવ્ય (રૂપિયા/પૈસા) નું દાન કરવું.
પંચમી (પાંચમ): પાંચમના દિવસે ગોળ અને તુવેરની દાળનું દાન કરવું.
ષષ્ઠી (છઠ): છઠના દિવસે ચંદન અથવા અષ્ટગંધનું દાન કરવું.
સપ્તમી અને અષ્ટમી (સાતમ અને આઠમ): સાતમ અને આઠમના દિવસે તમે તમારી શક્તિ અનુસાર કંઈપણ દાન કરી શકો છો.
નવમી (નોમ): નોમના દિવસે કેસરનું દાન કરી શકો છો.
દશમી (દશમ): દશમના દિવસે કસ્તુરીનું દાન કરી શકો છો.
એકાદશી (અગિયારસ): અગિયારસના દિવસે ગોરોચનનું દાન કરી શકો છો.
દ્વાદશી (બારસ): બારસના દિવસે શંખનું દાન કરી શકો છો.
ત્રયોદશી (તેરસ): તેરસના દિવસે પૂજાની ઘંટડીનું દાન કરવું.
ચતુર્દશી (ચૌદશ): ચૌદશના દિવસે મોતીનું દાન કરી શકો છો.
પૂર્ણિમા - અમાવસ્યા (પૂનમ અને અમાસ): પૂનમ અને અમાસના દિવસે મોતી અથવા હીરાનું દાન કરી શકો છો.
દાનનો મૂળ નિયમ
પરંતુ મૂળ વાત એ છે કે, દાન હંમેશા તમારી આર્થિક સ્થિતિ અનુસાર જ કરવું જોઈએ.
એક વાત હંમેશા યાદ રાખજો કે દાન ક્યારેય પણ દેવું (કરજ) કરીને કરવામાં આવતું નથી.
|| ૐ નમો ભગવતે વાસુદેવાય ||
