ભગવાન ની માનસિક પૂજા કેવી રીતે કરવી ?
![]() |
| ભગવાન ની માનસિક પૂજા કેવી રીતે કરવી ? |
દેશકાળ અનુસાર જ્યારે પણ આપણે કોઈ એવી જગ્યાએ હોઈએ
જ્યાં કઈ ના મળે ત્યારે અવશ્ય આ માનસિક પૂજા કરવાથી
દેવી દેવતાઓ ની કૃપા પ્રાપ્ત થાય છે.
કઈ રીતે કરવી આ માનસિક પૂજા ?
આંખો બંધ કરીને નીચે પ્રમાણે બોલી
ભગવાનને આપડે આ સામગ્રી અર્પણ કરતા હોય
એવો ભાવ કરવો ભગવાન અવશ્ય આ રીતે બધુજ સ્વીકાર કરે છે.
ૐ લં પૃથિવ્યાત્મકં ગંધમ પરિકલ્પયામી ।
અર્થ : હે ભગવાન હું તમને પૃથ્વી રૂપી ગંધ ચંદન અર્પણ કરું છું.
ૐ હં આકાશાત્મકં પુષ્પમ પરિકલ્પયામી ।
અર્થ : હે ભગવાન હું તમને આકાશ રૂપી પુષ્પ અર્પણ કરું છું.
ૐ યં વાય્વાત્મકં ધૂપં પરિકલ્પયામી અથવા દર્શયામિ ।
અર્થ : હે ભગવાન હું તમને વાયુ રૂપી ધૂપ અર્પણ કરું છું.
ૐ રં વહ્યન્યાત્મકં દીપં પરિકલ્પયામી અથવા દર્શયામિ ।
અર્થ : હે ભગવાન હું તમને અગ્નિદેવ ના રૂપ માં દીપ અર્પણ કરું છું.
ૐ વં અમૃતાત્મકં નૈવેદ્યં પરિકલ્પયામિ અથવા નિવેદયામિ ।
અર્થ : હે ભગવાન હું અમૃત રૂપી પ્રસાદ તમને અર્પણ કરું છું.
ૐ સૌં સર્વાત્ત્મકં સર્વોપચારં પરિકલ્પયામિ ।
અર્થ : હે ભગવાન હું તમને બધાજ ઉપચાર અર્પણ કરું છું.
આવો ભાવ કરીને ભગવાન ની માનસિક પૂજા કરવાથી મહા પુણ્ય મળે છે.
|| માનસિક પૂજા સમાપ્ત ||
